Verified By Apollo General Physician July 2, 2023
2749હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝમાં નર્સિંગનો એક બહુજ મહત્વનો ફાળો છે. નર્સ એક એવી વ્યક્તિ છે કે જે સહુથી વધારે દર્દીની સાથે રહે છે, વાતચીત કરે છે અને તેમની તકલીફોને સમજે છે.
આજકાલનાં મોર્ડન યુગમાં નર્સિંગ સ્ટાફ પેશન્ટનાં હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને રજા આપે ત્યાં સુધી સંપર્કમાં રહે છે. પહેલાનાં સમયમાં નર્સ માટે બધાનો અભિગમ એકદમ અલગ હતો પણ અત્યારે તે બિલકુલ બદલાઈ ગયો છે. હાલમાં નર્સીંગ પ્રોફેશન એકદમ આગળ છે. અને લોકો તેને બહુ જ સ્વીકારે છે. પહેલા બધાને એવુ હતું કે નર્સ એટલે ફક્ત દવા આપે, પથારી બનાવવામાં મદદ કરે , ઓપરેશનમાં મદદ કરે, દર્દીમાં ચિહ્નનો અને લક્ષણો પરથી ડાયગ્નોસિસ કરે છે. અને તે પ્રમાણે તેની સારવારનું પ્લાનિંગકરે છે. આજકાલ બધા જાણે છે કે દરેક હોસ્પિટલને સરકારના અમુક નિયમો પ્રમાણે ઘણીબધી ગુણવત્તા જાળવવી પડે છે. અને તે માટે નર્સીંગ ના કોર્સથી લઈને નોકરી મળ્યા પછી પણ તેઓ તે ગુણવત્તાને જાળવવા ખુબ જ પ્રયત્ન કરે છે. અત્યારે દર્દીની સંભાળની સાથે બીજું ઘણું બધું કામ નર્સે કરવું પડે છે. અને તે દર્દી, દર્દીના સગા , બધા જ કાર્યકરો અને સમાજ માટે પણ કામ કરે છે. અને સમાજ સુરક્ષિત રહે તે માટે પ્રયત્નો કરે છે. તેના માટે નર્સ દર્દી અને સગાને હાથ કેમ ધોવા , કઈ રીતે પોતાને અને તેમના દર્દીને ચેપ ન લાગે તે માટે શિક્ષણ આપે છે, ઘરે જઈને કઈ રીતે સંભાળ લેવી અને ઈમરજેંસી માં શું કરવું તેનું જ્ઞાન આપે છે. આ રીતે તે એક શિક્ષક તરીકે પણ કરે છે.
નર્સ એક એન્જિયનિરનો પણ રોલ ભજવે છે કારણ કે કારણ કે આજકાલ ટેક્નોલોજી ખુબ જ આગળ વધવા લાગી છે અને તેથી તે બાયોમેડિકલ સાધનો ની સંભાળ કેવી રીતે લેવી , કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે બધાનું દયાન રાખે છે. ઓપરેશન વાળા દર્દીમાં તે એક વકીલ તરીકેનો ભાગ ભજવે છે જેમકે ઓપરેશન દરમ્યાન સાચા દર્દીની , સાચી સર્જરી અને કોઈપણ સાધન અંદર ન રહી જાય તે માટે તે દયાન રાખે છે. અને ડોક્ટરને મદદ કરે છે નાના બાળકો નાં વોર્ડ માં કામ કરતી નર્સ એક બહેન અથવા માતા તરીકેનો રોલ ભજવે છે, તે દરેક નાના બાળકને પોતાના નાના ભાઈ બહેન કે બાળક ની જેમ સંભાળ લે છે. દર્દીની સંભાળ લેવા માટે ફક્ત નર્સીંગનું ભણતર પૂરું કરવાથી કામ નથી પતી જતું પણ તેમનામાં તેમણે ઘણીબધી ગુણવત્તા જાળવવી પડે છે. જેમ કે દર્દીની સાથે હસતા મોઢે વાત કરવી, સહિષ્ણુતા કેળવવી , દર્દીને માન આપવું. તેમને સાંભળવા મતલબ કે સારામાં સારી રીતે વાતચીત કરવી , બીજું જમાના સાથે પગ ચલાવવા પડે, તે માટે તેમને મશીન નું જ્ઞાન અને કમ્પ્યુટર નું જ્ઞાન પણ વધારવું પડે છે. આ સાથે તેમને ટાઈમ મેનેજમેન્ટ , જલ્દી નિર્ણય લેવો, જવાબદારી પૂર્વક કામ કરવું, કોઈ પણ કામને દિલથી કરવું, દરેક દર્દીને આપણા પોતાના સગા છે તેમ માનીને કામ કરવું જોઈએ.
નર્સીંગ ક્ષેત્ર એ બહુજ મોટું ક્ષેત્ર છે તેમાં નર્ એ બધા જ અવયવો નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અને તે માટે જો તેવો પાયો પાકો હશે તો જ તે સારી સારવાર આપી શકશે અને ક્લીનિકલ સારવાર માં ખુબ જ સારી રીતે આગળ વધી શકશે કારણકે અત્યારે આપણે જાણીએ છીએ કે ઘણાબધી સ્પેશિયાલીટી મેડિકલ સાયન્સ માં આવી રહી છે. જેમકે કિડની ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ , હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ , ECMO વગેરે અને તેના માટે નવા મશીનો પણ બજારમાં આવી રહ્યા છે. કેન્સરવાળા દર્દી માટે રેડિએશન માટે નવી ટેક્નોલોજી આવે છે જેનાથી દર્દીના શરીર ના સારા કોષો ને બચાવી શકાય અને તે ફક્ત કેન્સર સેલ નો જ નાશ કરે છે જેને પ્રોટોન થેરાપિ કહેવાય છે. તો આ બધા માટે નર્સ પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જેથી હાલમાં દરેક હોસ્પિટલ ઘણા બધા પ્રોગ્રામ કરે છે છે જેમકે CME, વર્કશોપ, ઓન જોબ ટ્રેનિંગ રાખે છે અને સતત શિક્ષણ આપે છે.
જેથી કરીને નર્સનું જ્ઞાન વધતું રહે. આમ નર્સિંગની જોબ બહુજ પડકારરૂપ છે કારણકે તેને શિફ્ટ ડ્યૂટી કરવાની હોય છે, સામાજિક જવાબદારી નિભાવવાની હોય છે, બાળકોની સારવાર કરવાની હોય છે અને કોઈ પણ તકલીફમાં હસતા રહીને દર્દીને સંભાળવાના હોય છે. માટે આ જોબ ખુબ જ ધીરજ માંગી લે છે. અને તેથી જ ઘણી હોસ્પિટલમાં સ્ટાફ ને રોત્સાહિત કરવા માટે રિક્રિએશન પ્રોગ્રામ રાખવામાં આવે છે. જુદા જુદા દિવસો સેલિબ્રેટ કરવામાં આવે છે. આ જોબ ને સાર્થક કરવા માટે નર્સિંગ પ્રણેતા Florence Nightingale ને સલામ કરવી જોઈએ અને આજે તેમના લીધે જ આ કાર્યક્ષેત્ર ને ખુબ જ માન આપવામાં આવે છે તેમની કામ કરવાની ધગસ અને અથાગ મહેનત ને બધા અનુસરે છે અને દરેક નર્સએ તેમના જન્મ દિવસ 12th મે ને માન આપીને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે “હું મારી જોબ દરમ્યાન દરેક દર્દીને સારી અને દિલ થી સારવાર આપીશ “.
Our expert general medicine specialists verify the clinical accuracy of the content to deliver the most trusted source of information, making the management of health an empowering experience.