Home Pulmonology Asthma About Asthma

      About Asthma

      Cardiology Image 1 Verified By Apollo Pulmonologist July 2, 2023

      4025
      About Asthma

      દરેક શ્વાસે બદલાતું જીવન

      પરિવર્તનનો પવન

      60 વર્ષ અગાઉ થેરાપ્યુટિક ક્રાંતિએ લાખો લોકોને મુક્તપણે શ્વાસ લેવા સક્ષમ બનાવ્યા. આ 60 વર્ષમાં અસ્થમા અંગે દર્દીઓનાં અને સમાજનાં મનમાં રહેતા નકારાત્મક વિચારો દૂર થયા અને હવે આ રોગને સરળતાથી મેનેજ કરી શકાય છે અને અંકુશિત કરી શકાય છે. નોંધાયેલા ઈતિહાસના પ્રારંભમાં, શ્વાસ લેવામાં પડતી સમસ્યા તરીકે તેને સૌ ઓળખતા હતા. નિદાન પણ એક મોટી સમસ્યા હતી કેમકે કફ કે શ્વાસ લેવામાં પડતી તકલીફોને મોટાભાગે ટીબી હોવાનું માની લેવામાં આવતું હતું. આ સ્થિતિ 1970ના દાયકા સુધી રહી હતી. ઓછી જાણકારી અને આ રોગ વિશેની અપૂરતી સમજથી નિદાન વધુ સમસ્યારૂપ બની જતું હતું.
      20મી સદીના પ્રથમ અર્ધભાગમાં દવાઓ ટેબલેટ, સિરપ અને ઈન્જેક્શન્સ ના રૂપમાં ઉપયોગમાં લેવાતી હતી. જો કે તે જીવિત રહેવામાં ઘણી ઓછી કામ આવતી હતી અને ઘણીવાર અસ્થમાના કારણે મોતના મુખમાં પણ લોકો પહોંચી જતા હતા. આ હતાશ ઉપાયો, ભયભીત દર્દીઓ અને ગભરાયેલા ડોક્ટરોની યાદ સમાન હતું. જ્યારે 1950માં કોર્ટિસોન નામનું એક નેચરલ સ્ટીરોઈડ અસ્થમાની સારવારમાં ઉપયોગમાં લેવાયું હતું. 1956માં, એમડીઆઈ (મીટર્ડ ડોઝ ઈન્હેલર્સ) ની શોધ થઇ અને થેરાપ્યુટિક ક્રાંતિનો ઉદભવ થયો. આ સાધનથી દવા સીધી જ ફેફસાંના એરવેમાં રિલીઝ થાય છે અને તેના પછી ઝડપી અને સુરક્ષિત રાહત મળે છે.
      અસ્થમા અને ઈન્હેલેશન થેરાપી અંગેની માન્યતા બદલવામાં 6 દાયકા લાગ્યા. અસ્થમાની જીવનની ગુણવત્તા પર અસર દર્દીઓની ધારણા કરતાં ઘણી વધુ અને રોગનું મેનેજમેન્ટ દર્દીઓની માન્યતા કરતાં વધુ અંકુશિત જોવા મળે છે. ઈન્હેલેશન ટ્રીટમેન્ટ (પીડિત ન હોય તેમાં પણ) અંગેની જાગૃતિ વધતા સામાજિક લાંછનની માન્યતા દૂર થઈ શકી, અને એ ખાતરી થઈ કે ઈન્હેલેશન સુરક્ષિત છે અને વિશ્વસનીય છે અને અસ્થમાને અંકુશિત કરી શકાય છે અને અસ્થમાને અંકુશિત કરી શકાય છે એ જાણવા મળ્યું અને એમ સંપૂર્ણ જીવનમાં તે અવરોધ કે મુખ્ય ચિંતાનો વિષય નથી

      ઈન્હેલેશન થેરાપીઃ ઈન્હેલર્સ માટે સામાજિક લાંછનમાં પરિવર્તનની ક્રાંતિ

      કમનસીબે આજની તારીખમાં, અસ્થમા અંગે અને અસ્થમાના દર્દીઓ દ્વારા ઈન્હેલર્સના ઉપયોગ અંગે કઠોર સામાજિક લાંછનની સમસ્યા રહેલી છે. વિવિધ સંશોધન અભ્યાસોમાં એ જોવા મળ્યું છે કે આ લાંછન અસ્થમાના દર્દીઓમાં ઉચ્ચ મોર્બિડીટી સાથે સંકળાયેલ છે. અસ્થમા અંગે સામાજિક લાંછન દર્દીઓમાં ચિંતાના પરિબળોમાં યોગદાન આપતું એક પરિબળ છે. અસ્થમાના દર્દીઓમાં સામાન્ય લોકો કરતાં ડિપ્રેશનમાં આવવાની શક્યતા બમણી રહે છે.
      ઘણીવાર અસ્થમાની સમસ્યા આ રોગ વિશે જાણ ન કરવાથી, ખુદને દોષિત માનવાથી અને જાહેરમાં મેડિકેશનથી દૂર રહેવાના કારણે વધે છે. મોટાભાગના કેર ગિવર્સ અને દર્દીઓ ઈન્હેલર અંગેના સામાજિક લાંછનના કારણે જ ઈન્હેલર્સના ઉપયોગથી દૂર રહેતા હોય છે. અનેકવાર તેઓ ઈન્હેલરનો યોગ્ય ઉપયોગ કરવાની પદ્ધતિથી અજાણ હોય છે. અસ્થમા સાથે જીવતા લોકો ઘણીવાર માને છે કે તેમને બહિષ્કૃત રીતે જોવામાં આવે છે જેના કારણે બેચેની અને નિરાશા ને કારણે રોગનાં ની સારવારમાં સમસ્યા થાય છે.
      ગ્લોબલ અસ્થમા રિપોર્ટ અનુસાર, ‘અસ્થમાના લક્ષણોમાં ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ ભયના કારણે, સંવેદનાત્મક અને સાયકોલોજિકલ સમસ્યાના કારણે અસ્થમાના દર્દીઓમાં વધુ જોવા મળે છે. અસ્થમા સાથે સંકળાયેલ લાંછન એક મોટો અવરોધ છે કે જેના લીધે દર્દીઓ સારવાર માટે જવામાં અચકાય છે, કેસ ડિટેક્શનમાં વિલંબ અને લાંબા સમય સુધી અસ્થમા મેનેજમેન્ટને વળગી રહેવાથી તેઓ દૂર રહે છે.’
      અસ્થમા સાથે સંકળાયેલા લાંછનના કારણે અસંખ્ય દર્દીઓની જીવન ગુણવત્તા પર નકારાત્મક અસરો પડે છે. અસ્થમાના દર્દીઓ અસ્થમાની દવાઓના ઉપયોગથી (ખાસ કરીને ઈન્હેલર્સના ઉપયોગથી) રાહત જાહેરમાં ક્યારેય અનુભવી શકતા નથી કેમકે એમ કરીને તેઓને ઘણીવાર શરમની લાગણી અનુભવાતી હોય છે.

      નિષ્ણાતો માને છે કે એ સમજવું મહત્ત્વનું છે કે ઈન્હેલર્સ સ્વાસ્થ્યની નિશાની છે, બીમારીની નહીં. તે બીજું કંઈ નહીં પણ દવા આપવાની પ્રણાલી છે જે અસ્થમાની દવાને સીધી જ ફેફસાંમાં પહોંચવામાં અને દર્દીને તાત્કાલિક રાહત આપવામાં મદદ કરે છે.

      ડો…… એ કહ્યું હતું, ‘દુર્ભાગ્યે ભારતમાં 80 ટકા અસ્થમાના દર્દીઓ ઈન્હેલર્સના ભય અને તેના કારણે શરમ અનુભવીને ઓરલ મેડિકેશન તરફ વળે છે. ઓરલ દવાઓમાં આડઅસરો વધી શકે છે અને મોટા ડોઝની જરૂર પડે છે જ્યારે શ્વાસથી લેવાતા કોર્ટિકો સ્ટિરોઈડ ફેફસામાં સીધા જ પહોંચે છે. આમ તે ખૂબ ઓછા પ્રમાણમાં જ લેવાની જરૂર પડે છે.’

      અનેક સાયન્ટિફિક અભ્યાસો છે જેમાં અસ્થમા માટે લેવાતી દવા ઈન્હેલેશનથી લેવાય તેને અસ્થમાની સારવારનો અસરકારક માર્ગ ગણાવે છે કેમકે તે સીધી જ ફેફસામાં પહોંચે છે અને તરત સક્રિય થઈ જાય છે. આઈએસઆરએન એલર્જીમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર ઓરલ ફોર્મ્યુલેશન્સ સાથેની તુલનામાં, ઈન્હેલેશન થેરાપી એ સુનિશ્ચિત કરે છે કે નાનો થેરાપ્યુટિક દવાનો ડોઝ એરવેઝમાં આપવાથી ફેફસાંમાં સ્થાનિક અસર પહોંચાડી શકે છે.

      મોંએથી લેવાથી દવાઓની આડઅસરો

      ઓરલ મેડિકેશનથી બાળકોમાં વિકાસ ઘટે છે કેમકે દવાનો મોટો ડોઝ હોય છે અને તે શરીરનાં તમામ ભાગોમાંથી વહે છે. લાંબા સમય સુધી ઉપયોગથી મૂડમાં ફેરફાર, ઓસ્ટિયોપોરોસિસ, ઊંઘમાં અનિયમિતતા, વાળ ખૂબ વધવા, આંખ પર દબાણ વધવું (ગ્લુકોમાનું જોખમ), ચહેરો ગોળ બનવો કે ચામડી પાતળી થવી, આંતરડામાં રક્તસ્ત્રાવ અને ન્યુમોનિયાનું જોખમ વધે છે. આંતરિક કોર્ટિકોસ્ટીરોઈડનું ઉત્પાદન લાંબા સમયના ઉપયોગથી ઘટે છે.

      ઈન્હેલેશન થેરાપી અસ્થમા માટે સૌથી ઉત્તમ અને ક્રાંતિકારી મેડિકેશન છે

      ઈન્હેલ્ડ કોર્ટિકોસ્ટીરોઈડ થેરાપી એરવેમાં સોજાને ઘટાડવામાં ખૂબ અસરકારક છે, પલ્મોનરી કામગીરીને સુધારે છે, અસ્થમાના લક્ષણોને ઘટાડે છે અને અસ્થમાની તીવ્રતા ઘટાડે છે. તેના નિયમિત ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘટે છે અને અસ્થમાના કારણે મૃત્યુનું પ્રમાણ ઘટે છે.

      અસ્થમાના દર્દીઓ માટે ઈન્હેલર્સના લાભો

      • અસ્થમાના હુમલાની ઘટનાઓ ઓછી થાય છે
      • બીટા-અગોનિસ્ટ બ્રોન્કોડાઈલેટર્સનો (ઝડપી રાહત કે રેસ્ક્યુ ઈનહેલર્સ)નો ઉપયોગ ઘટે છે.
      • Improved lung function ફેફસાંની કામગીરી સુધારે છે.
      • જીવલેણ અસ્થમા માટે ઈમર્જન્સી રૂમ વિઝિટ અને હોસ્પિટલાઈઝેશન્સમાં ઘટાડો

      તેથી, એ કેરગિવર્સ માટે ઘણું મહત્ત્વનું છે કે એ સુનિશ્ચિત કરે કે સામાજિક લાંછનની સ્થિતિથી દર્દીઓ ઈન્હેલેશન થેરાપીના લાભો મેળવવાથી દૂર ન રહે. દર્દીઓએ સમજવું જરૂરી છે કે કઈ રીતે તેના જીવનની ગુણવત્તામાં સુધારો લાવી શકાય છે. આખરે અસ્થમા સાથે જીવતા લોકો પણ ઈન્હેલેશન થેરાપી સાથે મુક્તપણે શ્વાસ લેવાનો અધિકાર ધરાવે છે.

      છેલ્લા 60 વર્ષમાં, દર્દીઓ રોગ સામે જ નહીં પણ તેને લગતા ભયો અને ખોટી માન્યતાઓ સાથે પણ લડ્યા છે. જાહેર જાગરૂકતા વધારવા અને ઈન્હેલેશનને આવકાર આપવા માટે માસ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા દર્દીઓને સાચી સારવાર તરફ લઈ જઈ શકાય છે.
      એ યાદ રાખવું મહત્ત્વનું છે કે ‘મુક્તપણે શ્વસન મુક્તપણે વાતચીત’થી શરૂ થાય છે. ચાલો આપણે ‘પરિવર્તનના પવન’ને આવકારીએ

      સંદર્ભ

      • http://www.ajmc.com/journals/supplement/2012/a322_12jan_asthma/the-role-of-inhaled-corticosteroids-in-asthma-treatment-a-health-economic-perspective
      • innovareacademics.in/journals/index.php/ijpps/article/…/6100/pdf_758
      • http://www.hindawi.com/journals/isrn.allergy/2013/102418/
      • http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2569377/pdf/jnma00193-0029.pdf
      https://www.askapollo.com/physical-appointment/pulmonologist

      The content is verified and reviewd by experienced practicing Pulmonologist to ensure that the information provided is current, accurate and above all, patient-focused

      Cardiology Image 1

      Related Articles

      More Articles

      Most Popular Articles

      More Articles
      © Copyright 2024. Apollo Hospitals Group. All Rights Reserved.
      Book ProHealth Book Appointment
      Request A Call Back X