બાળકોને‘નિર-ક્ષીર વિવેક’ શીખવવો એ પેરેન્ટ્સ માટે જરૂરી છે. પરંતુ, તે પહેલા પેરેન્ટ્સે પોતે સાયબર એજ્યુકેટેડ થવાની જરૂર છે.
- સંસ્કાર સાથે સાઇબર શિક્ષણ જરૂરી છે
આજે સોશિયલ મીડિયાની ટેક્નોલોજીને સ્વીકારવા વિના છુટકો જ નથી. એટલે સેફ ગૂગલ, કન્ટેન્ટ ફિલ્ટરિંગ કરીને પેરેન્ટ્સે જાતે જ બાળકોને સાયબર એજ્યુકેટ કરવા જોઇએ. મનીષ જોશીનાં કહેવા પ્રમાણે સંસ્કારની સાથે સાયબર એજ્યુકેશન પણ આપવું હવે જરૂરી છે. તેમને સાઇબર ક્રાઇમ વિશે અવેર કરવા જોઇએ. - પેરેન્ટ્સે ફોનને બદલે પ્રેમ આપવો જોઇએ
આજે પેરેન્ટ્સ બાળકોને સમય નહીં ફોન આપી દે છે. જેનાથી સોશિયલ મીડિયાનો વપરાશ બાળકો વધુ કરે છે. તેની આડઅસર એ પડે છે કે તેમનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થતું જ નથી. મનીષ જોશીનાં કહેવા પ્રમાણે સોશિયલ મીડિયાને કારણે બાળકો પરિવાર અને તેમની પોતાની ઓરિજિનલ પર્સનાલિટીથી દૂર થવા લાગે છે. - બાળકો માટે અલગ સોશિયલ સાઇટની જરૂર
અત્યારનું બાળપણ ડિજિટલ થઇ ગયું છે. ફેસબુક પર અકાઉન્ટ બનાવવા માટે 13 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં 13 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો માટે અલગ સોશિયલ મીડિયા સાઇટ છે, ભારતમાં પણ તેવી સાઇટ્સ બને, તેમ કરવું જોઇએ. - ઇન્ટરનેટનો વધુ વપરાશ અધિરાઇ નોંતરે છે
ઇન્ટરનેટના વધુ વપરાશથી મગજના આગળના ભાગ પર ગ્લુકોઝનું મેટાબોલિઝમ ઓછું થાય છે અને અધિરાપણું વધે છે તથા વિચારસરણી ઘટે છે, જે લાંબા ગાળે બાળકો માટે નુકશાનકારક છે. આ સોશિયલ મીડિયાને કારણે થતી સૌથી ગંભીર આડઅસર છે. - પેરેન્ટ્સે બાળકોના મિત્રો બનવાની જરૂર છે
સોશિયલ મીડિયાની બાળકો પર સારી-ખરાબ ઇમ્પેક્ટ માટે બાળકોથી વધુ પેરેન્ટ્સ જ જવાબદાર છે. પોઝિટિવ પેરેન્ટિંગ દ્વારા બાળકો સાથે મિત્રતા કરી, તેઓને સોશિયલ મીડિયાની નેગેટિવ સાઇડ અંગે અવેર કરીને ભવિષ્યમાં ઊદભવનારા પ્રશ્નોથી બચાવી શકાય છે.
ડૉ. મનીષ જોશી
કન્સલ્ટન્ટ-ઑપ્થાલમોલોજિસ્ટ